શિક્ષકો માટે

અમે શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરીએ છીએ.

YOC સાથે તમે ઘરે બેઠા વધુ વિદ્યાર્થીઓને ભણાવી શકો છો, અને માનભેર, નિયમિત આવક મેળવી શકો છો.

શિક્ષક તરીકે જોડાઓ

ઉત્તમ શિક્ષક = ઉજ્જવળ ભવિષ્ય

શિક્ષક પસંદ કરતી વખતે અમે 15 બાબતો જોઈએ છીએ, જેથી દરેક બાળકને ઉત્તમ શિક્ષણ મળે.

શિક્ષક પસંદગીના માપદંડ

લાયકાત અને અનુભવ

ભણતર અને ડિગ્રી

એન્જિનિયરિંગ, આર્ટ્સ, કોમર્સ, બી.એડ / પી.ટી.સી. — ડિગ્રી, વિષય પર પકડ અને ભણાવવાનાં સર્ટિફિકેટ.

ભણાવવાની ક્વોલિટી

ભણાવવાની રીત અને તેની ક્વોલિટી — નવી રીતો, ચોખ્ખી સમજૂતી અને વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવવું.

વ્યક્તિત્વ

બાળકો માટે આદર્શ, શાંત અને પ્રેરણા આપે તેવા — પ્રેમાળ વર્તન, વ્યવસ્થિત કપડાં અને શિસ્ત.

અનુભવ

10+ વર્ષનો ભણાવવાનો અનુભવ અને સતત સારાં પરિણામ.

ભણાવવાની સમજ

બોર્ડ પર અને ડિજિટલ — બંને રીતે ભણાવતાં આવડે, અને વિદ્યાર્થી કેટલું સમજ્યો તે સતત ચેક કરતા રહે.

ક્લાસ સંભાળવો

શિસ્ત અને મીઠાશથી બાળકોને ક્લાસમાં એક્ટિવ રાખે — ભણવાનું સારું વાતાવરણ.

ભણાવવાની રીત

ટેક્નિકલ

ટેક્નિકલ જાણકારી અને સ્કિલ કેવી છે?

આત્મવિશ્વાસ

ભણાવતી વખતે આત્મવિશ્વાસ કેવો છે?

પ્રેઝન્ટેશન

વિષયને સમજાવવાની પ્રેઝન્ટેશન સ્કિલ કેવી છે?

વિઝ્યુઅલ

ચિત્રો અને ઉદાહરણોનો યોગ્ય ઉપયોગ કરે છે?

અવાજ અને સ્મિત

મીઠા અવાજ અને સ્મિત સાથે ભણાવે છે?

ટેક્નિકલ સ્કિલ અને ભાષા

ટેક્નિકલ સ્કિલ

ઓનલાઇન ભણાવવાનાં સાધનો, કમ્પ્યુટર, ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ અને સ્માર્ટ ક્લાસ વાપરતાં આવડે.

ભાષા પર પકડ

ચોખ્ખું ગુજરાતી — સાચા ઉચ્ચાર, સાચું વ્યાકરણ અને સરળ, સહજ બોલી, જે વિદ્યાર્થી સહેલાઈથી સમજે.

લેક્ચરની ક્વોલિટી અને સેટઅપ

ઓડિયો ક્વોલિટી

ચોખ્ખો અવાજ, બરાબર વોલ્યુમ, આસપાસનો કોઈ ઘોંઘાટ નહીં.

વીડિયો સેટઅપ

યોગ્ય કેમેરા એંગલ, સ્થિર ફ્રેમ — બોર્ડ અને શિક્ષક સ્પષ્ટ દેખાય.

લાઇટિંગ અને બોર્ડ

પૂરતો પ્રકાશ અને મોટા અક્ષરો — જેથી બાળકો બોર્ડ સરળતાથી વાંચી શકે.

વાતાવરણ

શાંત રૂમ, જ્યાં ધ્યાનથી ભણાવી શકાય.

સારા અક્ષર

ચોખ્ખા, સહેલાઈથી વંચાય તેવા અક્ષર, બરાબર કદમાં.

શિક્ષકો માટેના સામાન્ય પ્રશ્નો

પ્રશ્ન પર ટૅપ કરો — જવાબ નીચે ખુલશે · 19 પ્રશ્નો

પેમેન્ટ ક્યારે અને કેવી રીતે મળશે?
  • દર મહિને 1 થી 5 તારીખની વચ્ચે સીધું તમારા ખાતામાં જમા થાય છે.
  • તમે લીધેલા ક્લાસ પ્રમાણે ચોક્કસ ગણતરી થાય છે.
  • 2% TDS કાપીને પેમેન્ટ થાય છે, અને TDS સર્ટિફિકેટ મળે છે.
બે વિષય ભણાવી શકાય?
  • હા, જો બંનેનો સમય એકસાથે ન આવતો હોય.
  • એક શિક્ષક એક જ લેવલ (ધોરણ 5–7 કે 8–10) ભણાવે.
  • બે વિષય હોય તો એક બપોરે અને એક સાંજે ગોઠવી શકાય.
દિવસમાં કેટલા ક્લાસ લઈ શકાય?
  • બપોરે અને સાંજે ક્લાસ લઈ શકાય.
  • ટાઇમટેબલ પ્રમાણે દિવસમાં 6 ક્લાસ સુધી લઈ શકાય.
  • ક્વોલિટી જળવાય એ સૌથી જરૂરી છે.
ક્લાસ કયા સમયે હોય છે?
  • બપોરે 2:00 થી રાત્રે 10:45 સુધી.
  • એક ક્લાસ આશરે 1 કલાક 15 મિનિટનો હોય છે.
ડિજિટલ બોર્ડ વાપરી શકાય?
  • હા, વાપરી શકાય.
  • પણ લખીને સમજાવવું જરૂરી છે — ફક્ત તૈયાર લખાણ બતાવવું ન ચાલે.
કોઈ ડ્રેસ કોડ છે?
  • હા, પ્રોફેશનલ દેખાવ જરૂરી છે.
  • કપડાં સ્વચ્છ, સાદાં અને વ્યવસ્થિત હોવાં જોઈએ.
પેમેન્ટ ઓછું લાગે તો?
  • બજાર કરતાં સારું અને નિયમિત પેમેન્ટ મળે છે.
  • સાથે ઘરેથી ભણાવવાની સગવડ અને વધારાની કમાણીની તક પણ.
જો કોઈ ઇમરજન્સી હોય તો શું કરવું?
  • એપમાંથી રજા માગો.
  • તમારી જગ્યાએ બીજા શિક્ષક (પ્રોક્સી) ક્લાસ લેશે.
  • એ શિક્ષકને જરૂરી માહિતી અને મટીરિયલ તમારે આપવાનું રહેશે.
પરીક્ષા કેવી રીતે લેવાશે?
  • દરેક પાઠ પછી MCQ પ્રશ્નો અપાય છે.
  • શિક્ષક પ્રશ્નો અને જવાબ અપલોડ કરશે.
  • પેપર ઓટોમેટિક ચેક થાય છે.
ભણાવવા સિવાય બીજું શું કામ હોય?
  • પરીક્ષા લેવી પડશે.
  • વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ પર નજર રાખવી પડશે.
  • જરૂર હોય તો માતા-પિતાને માહિતી આપવી પડશે.
કામ લાંબો સમય મળશે?
  • ઓછામાં ઓછું એક વર્ષ સુધી સતત કામ મળશે.
  • વિદ્યાર્થીઓ જોડાયેલા રહે ત્યાં સુધી આવક ચાલુ રહેશે.
ટ્રેનિંગ મળશે?
  • હા. ભણાવવાની રીત, પ્લેટફોર્મ કેવી રીતે વાપરવું અને નિયમો — બધું શીખવાડીએ છીએ.
ક્લાસમાં શિસ્ત કેવી રીતે રાખવી?
  • ક્લાસમાં શિસ્ત રાખવી શિક્ષકની જવાબદારી છે. જરૂર પડે તો YOC ની ટીમ મદદ કરે છે.
ટેક્નિકલ તકલીફ આવે તો શું કરવું?
  • તરત મદદ મળે છે, જેથી ક્લાસ ઓછામાં ઓછો અટકે.
ભણાવવાની ક્વોલિટી કેવી રીતે જોવાય છે?
  • ક્લાસ નિયમિત જોવાય છે, વિદ્યાર્થીઓનો ફીડબેક લેવાય છે, અને પરિણામ પણ જોવાય છે.
શું બીજી સંસ્થા સાથે કામ કરી શકાય?
  • હા, જો YOC ના ક્લાસના સમયમાં વાંધો ન આવે અને અહીંનું કામ બરાબર ચાલે.
વિદ્યાર્થીઓ સાથે સીધી વાત થઈ શકે?
  • હા, ક્લાસમાં સીધી વાત થાય છે, એટલે વિદ્યાર્થી વધુ સારું સમજે છે.
સારું કામ કરીએ તો વધુ તક મળે?
  • હા, સારું ભણાવનાર શિક્ષકોને વધુ ક્લાસ અને વધુ આવકની તક મળે છે.
આગળ વધવાની તક છે?
  • માગ વધે તેમ વધુ ક્લાસ, અને ટીમ સંભાળવાની (લીડરશિપ) તક પણ.
  • સર્ટિફિકેટ અને "ઉત્તમ શિક્ષક" એવોર્ડ પણ મળે છે.

કેવી રીતે જોડાવું

  1. ફોર્મ ભરો

    નીચેના ફોર્મમાં નામ, મોબાઇલ નંબર અને તમારો વિષય લખો.

  2. ઇન્ટરવ્યૂ અને ડેમો

    ઉપરના માપદંડો પ્રમાણે ઇન્ટરવ્યૂ અને ડેમો લેક્ચર.

  3. ટ્રેનિંગ અને શરૂઆત

    ભણાવવાની રીત, પ્લેટફોર્મ અને નિયમોનું માર્ગદર્શન — પછી ઘરેથી ભણાવવાનું શરૂ.

શિક્ષક તરીકે જોડાઓ

નામ અને નંબર આપો — નીચેના ખાનામાં તમારો વિષય અને અનુભવ પણ લખો.

10 આંકડાનો મોબાઇલ નંબર

તમારો નંબર YOC ફક્ત તમારો સંપર્ક કરવા માટે જ વાપરશે.

YOC ને પૂછો

તમારી વિગત આપો — YOC ની યોગ્ય વ્યક્તિ તમારો સંપર્ક કરશે.